<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ગુજરાતમાં અંબાજી મંદિરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'ઘર ઘર સંપર્ક અભિયાન'નો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં ભવ્ય 'ઘર ઘર સંપર્ક અભિયાન' નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

આ અભિયાનની શરૂઆત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી કરવામાં આવી હતી. અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કરી અને શક્તિપીઠના મહંતના આશીર્વાદ મેળવીને આ જનસંપર્ક અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 

આજે ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલું આ અભિયાન ૪ જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન હજારો સ્વયંસેવકો ગુજરાતના ગામડે-ગામડે ફરીને લાખો ઘરનો સંપર્ક કરશે અને સંઘના વિચારો તથા સામાજિક કાર્યોની માહિતી પહોંચાડશે

(11:33 AM IST)