<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

મહેસાણાના મોટીદાઉ ગામમાં ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષકનો અત્યાચાર :વિદ્યાર્થીને સોટી વડે માર માર્યો : હોસ્પિટલમાં દાખલ

વાલીની ફરિયાદના આધારે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ: તાલુકા પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામમાં આવેલ ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થી પર અત્યાચારની ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રેયાંશને ટેસ્ટ બાબતે મિત્રો સાથે મજાક કરવાના મુદ્દે શિક્ષક નીલ પટેલે સોટી વડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને પગ અને હાથના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈ વાલીની ફરિયાદના આધારે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે તાલુકા પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(7:14 PM IST)