News of Sunday, 14th December 2025
માંચ ચોકડી હાઇવે રોડ ઉપરથી રૂપિયા.૫,૧૭,૬૦૦/- નો પ્રોહી મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા પોલીસ તાજેતર માં પ્રોહી.ના એક બાદ એક ગુના દાખલ કરી અંગ્રેજી દારૂ પર કડક કાર્યવાહી કરે છે ત્યારે હાલમાં દેડિયાપાડા પોલીસે લાખોનો.અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે
મળતી વિગતો અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર રીતે થતી પ્રવૃતિઓને અટકાવવા કડક સૂચના આપેલ જે અનુસંધાને વિરલ ચંદન, નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલાના માર્ગદર્શન હેઠળ વાય.એસ.શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન, જી.નર્મદાનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પ્રોહી વોચમાં કણબીપીઠા ખાતે હાજર હતા તે દરમ્યાન એક ઇકો ગાડી ન.GJ-05-RB-7891નો ચાલકે નાશી ભાગી જવાનો પ્રયત્ન કરતા તેનો પીછો કરી માંચ ચોકડી પાસે પકડી પાડી ઇકો ગાડીની અંદર બે ઇસમો બેસેલ હોય અને ઇકો ગાડીનો ડ્રાઇવર ચાલકનુ નામ હરેશભાઇ દમણીયાભાઇ વસાવા ઉ.વ.૨૫ રહે.સીશા, વાઘઇ ફળીયુ, તા.ડેડીયાપાડા જી.નર્મદાનો હોય તેમજ બાજુમાં બેસેલ બીજો ઇસમ દિનેશભાઇ દશરીયાભાઇ વસાવા (ઉ.વ.૨૨) ( રહે.સીશા તા.ડેડીયાપાડા જી.નર્મદા ) નો હોય જેથી ઇકો ગાડીની અંદર તપાસ કરતા દારૂ, બિયર.મળી કુલ કિંમત રૂપિયા.૫,૧૭,૬૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
