<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

બોરીદ્રા શાળામાં નેશનલ ઊર્જા સંરક્ષણ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગુજકોસ્ટ પ્રેરિત મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળાના સહયોગ થી બોરિદ્રા શાળામાં નેશનલ ઊર્જા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

       મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીના આયોજન થી મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર, નર્મદા રાજપીપળાના સહયોગ થી બોરીદ્રા શાળાના બાળકો સાથે નેશનલ ઊર્જા દિવસ ની ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ ઊર્જા બચવાના શપથ લેવડાવવામાં આવ્યા. પછી ઊર્જા બચવાની રેલી યોજી. તેમજ ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.
શ્રેષ્ઠ આવેલ બાળકો ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા, આ કાર્યક્રમમા મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર નર્મદા રાજપીપળાના આઇ. પી. ઓફિસર ભૂમિકાબેન વસાવા હાજર રહ્યા હતા અને તેઓ એ ઊર્જા બચાવવા અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:35 PM IST)