<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

રાજપીપળા કાળીભોઇ વિસ્તારમાંથી અંગ્રેજી દારૂ તથા બીયર ટીન નો રૂ.૩,૧૪,૪૪૮/- નો મુદ્દામાલ મૂકી આરોપીઓ નાશી જતા ગુનો વખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા કાળીભોઇ વિસ્તારમાંથી અંગ્રેજી દારૂ તથા બીયર ટીન નો રૂ.૩,૧૪,૪૪૮/- નો મુદ્દામાલ મૂકી આરોપીઓ નાશી જતા રાજપીપળા પોલીસેબ ગુનો દાખલ કર્યો છે

     મળતી માહિતી મુજબ વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્શોને શોધી પાડી તેમના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે સુચનાઓ અનુસંધાને વિરલ ચંદન, નાયબ પોલીસ અધિક્ષક, I/C રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ..કે.ગામીત તથા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, કાળી ભોઇ વિસ્તારમાં નવી બનતી ધાર્મિકવીલા રેસીડેન્સી-૨ ની પાછળ આવેલ કેળાના ખેતરમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ સંતાડી રાખી તથા હોન્ડા કંપનીની એક્ટીવા રજી નં. જીજે-૨૨-એમ-૦૩૩૧ મા મુકી રાખી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના પ્લા.ના ક્વાર્ટર તથા બિયર ટીન મળી કુલ કિ.રૂ.૨,૮૪,૪૪૮/- નો પ્રોહી મુદ્દામાલ તથા હોન્ડા કંપનીની એક્ટીવા જીજે-૨૨-એમ-૦૩૩૧ જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૪,૪૪૮/- નો મુદ્દામાલ મુકી નાશી જતા રાજપીપલા પો.સ્ટે. માં ગુનો દાખલ કર્યો છે.

(10:37 PM IST)