<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

દવાની દુકાનોમાં ફાર્માસિસ્‍ટ સિવાય અન્‍ય કોઇ વેચાણ કરશે તો દંડ અને જેલ થશે

જન વિશ્વાસ એક્‍ટની જોગવાઇનો કડક અમલ કરાશે

 

 

અમદાવાદ તા.૧૫: ગુજરાતમાં દવાની દુકાનોમાં ફાર્માસિસ્‍ટ માટે જન વિશ્વાસ એક્‍ટની જોગવાઈનો હવે જડબેસલાક અમલ કરાશે. ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સિલ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ નોંપાયેલા ફાર્માસિસ્‍ટ સિવાય અન્‍ય કોઇપણ વ્‍યક્‍તિ એલોપેથિક દવાનું વિતરણ કે વેચાણ કરી શકશે નહીં. આ સંદર્ભે જો કોઈ દોપિત ઠરશે તેને ત્રણ માસ સુધીની કેદ અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા પણ થઇ શકે છે.

ફાર્મસી કાઉન્‍સિલના એડિશનલ રજિસ્‍ટ્રાર દ્વારા તમામ હોસ્‍પિટલના સંચાલકો, મેડિકલ સ્‍ટોર કે ફાર્મસીના માલિકો અને કાર્માસિસ્‍ટ માટે આ જાણકારી ૯ ડિસેમ્‍બરે જારી કરાઈ છે. ભારત સરકારના કાયદા અને ન્‍યાય

મંત્રાલય દ્વારા જન્‍મ વિશ્વાસ એક્‍ટ મુજબ જે વ્‍યક્‍તિ ફાર્મસી અધિનિયમની જોગવાઈનું ઉલ્‍લંઘન કરશે તેની સામે પગલાં લેવાશે. જેમાં ફાર્માસિસ્‍ટનું રજિસ્‍ટ્રેશન રદ કે સ્‍થગિત પણ થઈ શકશે. રજિસ્‍ટર્ડ ફાર્માસિસ્‍ટ ન હોય તેવી વ્‍યક્‍તિઓ દવાનું વેચાણ કરી શકશે નહીં. મેડિકલ પ્રેક્‍ટિશનરના પ્રિસ્‍ક્રિપ્‍શન ઉપર નોંધાયેલા ફાર્માસિસ્‍ટ જ એલોપેથિક દવાનું વિતરણ કે વેચાણ કરવા અધિકૃત છે.

ગુજરાત ફાર્માસિસ્‍ટ એસોસિએશનના રજનીકાંત ભારતીય દ્વારા કાઉન્‍સિલની જાહેરાતને સમયસરની ગણાવી રાજ્‍યમાં સંખ્‍યાબંધ દવાની દુકાનો ફક્‍ત ફાર્માસિસ્‍ટના લાયસન્‍સ ઉપર જ ચાલે છે તેની ઉપર હવે રોક લાગશે તેવી આશા વ્‍યક્‍ત કરી છે.(૩૮.૫)

 

 

 

(9:43 AM IST)