<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા કરવા ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજૂઆત

રાજકોટ : છેલ્લા ઘણા વર્ષોથી બોૈદ્ધ ધર્મનો ખૂબ જ અગત્‍યનો તેમજ મહત્‍વનો તહેવાર ગણાતો વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા માટે અવારનવાર ગુજરાત રાજયમાં વસવાટ કરતા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા ગુજરાત પ્રદેશના મુખ્‍યમંત્રીને ઇમેઇલ તેમજ લેખિત આવદનપત્ર દ્વારા રજુઆતો કરવામાં આવેલી છે. પરંતુ તેનું સરકારશ્રી દ્વારા કોઇપણ પ્રકારનું સંગ્‍યાન ના લેતા પ્રતિભાવ ન મળતા આખરે ગુજરાત રાજયના બૌદ્ધ ધર્મના મુખ્‍ય પ્રતિનિધિઓ જેવા કે સિંહલ બોધિધર્મન (અમદાવાદ), સિંહલ રાજવર્ધન (કચ્‍છ), સિંહલ રજનીકાંત (આણંદ) વિક્રમ બૌદ્ધ (જુનાગઢ) અને લવેશ રાણા (ગાંધીનગર) દ્વારા ગુજરાત રાજયમાં ‘‘દરેક વૈશાખી પૂર્ણિમા'' નિમિતે ફરજીયાત જાહેર રજા થાય તે માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને રૂબરૂ મળીને મુદ્દાસર રજુઆત કરેલ. જે અંતર્ગત હકારાત્‍મક તેમજ સકારાત્‍મક પ્રતિભાવ મળેલ તેમ સિંહલ બોધિધર્મન (સંયોજક : મહા ગુજરાત બોૈદ્ધ સંઘ, ગુજરાત પ્રદેશ, મો. ૯૬ર૪૩પ૩૩૬૮) ની યાદીમાં જણાવ્‍યું છે

 

 

(10:16 AM IST)