હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહાનગર પરિષદની રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં મીનાક્ષી પુરોહિતનો સમાવેશ

ગાંધીનગર તા.૧પઃ મહાનગર પરિષદ જે સમગ્ર દેશના તમામ રાજ્યના મેયરોનું સંગઠન છે તેમાં જાણીતા સમાજસેવિકા સુશ્રી મીનાક્ષી મફતભાઈ પુરોહિતને રાષ્ટ્રીય કોર કમિટીમાં સંસ્થાના રાષ્ટ્રીય ચેરમેન શ્રી ભરત ગાજીપરા એ નિમણૂક આપેલ છે તેઓ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતની સુપુત્રી છે ઉપરાંત મા લીલા ફાઉન્ડેશન ના સ્થાપક છે જે આદિવાસી વિસ્તારમાં દીકરીઓને આશ્રય, શિક્ષણ, રોજગારની પ્રવૃતિ તેમજ ખુમારી અને સન્માન પૂર્વક જીવનશૈલી માટે પ્રયત્નશીલ છે.
તેમને સાત વર્ષ સુધી સતત રાષ્ટ્રીય સ્તરની કાર રેલીમાં ભાગીદારી તેમજ મારુતિ સુઝુકી ફાસ્ટેસ્ટ લેડી ઓફ યર ૨૦૧૫ નો એવોર્ડ મેળવેલ છે ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આવશ્યક સામગ્રી વિતરણ નિયમિત રીતે દિવ્યાંગ બાળકોની સેવા અને પર્યાવરણ જાળવણીના કાર્યક્રમોનો જાહેર જીવનનો બહોળો અનુભવ ધરાવે છે
મહાનગર પરિષદની કોર ગ્રુપની ટીમ ટૂંક સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા કેબિનેટ મંત્રી શ્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
