<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

એન્‍ટી નાર્કોટિક્‍સ ટાસ્‍ક ફોર્સ સાગરથી સરહદ સુધી બાજ નજર રાખશેઃ ડો.કે.એલ એન.રાવ.

યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા હવે આક્રમક રણનીતિ સાથે કેન્‍દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા CIDનો વ્‍યાપ વધારાયો, રાજકોટ સહિત રાજ્‍યભરમાં ૬ ઝોન કાર્યરત, અમારા માર્ગદર્શનમાં એસપી લેવલના અધિકારી સુપરવિઝન રાખશે.. સૌરાષ્‍ટ્રની અધ્‍યતન ઝોન ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે રાજકોટ આવેલા CID વડા અકિલા સાથેની વાતચીતમાં આખી રણનીતિ અંગે અથથી ઈતિ સુધી વર્ણવે છે ૫ નાયબ પોલીસ અધિક્ષક, ૧૧ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરો, ૧૬ પીએસઆઈ, ૬ વાયરલેસ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર , ૧૧૨ પોલીસ સ્‍ટાફ સહિત ૧૫૪ પોલીસ અધિકારી અને સ્‍ટાફનું મહેકમ મંજૂર કરવામાં આવ્‍યું છે સૌરાષ્‍ટ્ર ઝોન રાજકોટ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને બોર્ડર રેન્‍જમાં ૬ ઝોન પાડી, ૬ વિગ ઓફિસ શરૂ કાર્યરત બનશે

રાજકોટ, તા.૧૫: કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્‍ય મંત્રી સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતભરમાંથી ડ્રગ્‍સ, અફીણ, ચરસ, અને ગાંજા જેવા  નશીલા પદાર્થોને પ્રવેશતા રોકવા અને યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા સતત પ્રયત્‍નશીલ છે, જેના ભાગરળપે રાજ્‍યની સ્‍થાનિક પોલીસ સાથે હવે સીઆઈડી ક્રાઇમને વિશેષ જવાબદારી સુપ્રત કરી છે, જેના  ભાગરૂપે CID માં હવે નાર્કોટિક્‍સ સેલના બદલે ઝોનવાયસ એન્‍ટી નાર્કોટિક્‍સ યુનિટ (ટાસ્‍ક ફોસૅ)  ઊભા કરેલ છે, એસપી લેવલનના ખાસ અધિકારી એન્‍ટી નાર્કોટિક્‍સ   ટાસ્‍ક ફોર્સની જવાબદારી સંભાળશે તેમ રાજ્‍યના સિનિયર ips અને cid વડા ડો. કે. એલ.એન રાવે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્‍યું હતું.

રાજકોટમાં સૌરાષ્‍ટ્રની ઝોનલ ઓફિસનું ઉદ્ધાટન કરી તેના નિરીક્ષણ કરવા આવેલ ડો કે. એલ એન.રાવે જણાવેલ આખા ગુજરાતમાં હવે ડ્રગ્‍સ માફીયાઓ અને પેડલરો પર આક્રમણ કરવાની રણનીતિ અંતર્ગત આ મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

રાજયભરમાં ઝોન વાઈઝ એન્‍ટી નારકોટીકસ ટાસ્‍ક ફોર્સ (એ.એન.ટી.એફ.) યુનિટ બનાવવાનો નિર્ણય રાજય સરકાર દવારા કરવામાં આવેલ જે અંતર્ગત સમગ્ર રાજયમાં કામગીરીના વ્‍યાપ ને આવરી લેવા માટે સ્‍ટ્રેટેજીક રીતે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, અને બોર્ડર ઝોન એમ કુલ-૬ ઝોન કાર્યરત કરવાનો અને આ ઝોન એરીયામાં ઝોન હેડ કવાર્ટર ઉપરાંત વિંગ ઓફીસ કાર્યરત કરવા માટે કુલ-૬ વિંગ ઓફીસ કાર્યરત કરવાનો નીર્ણય કરવામાં આવેલ હતો.

જેમને વિશેષ જવાબદારી આપવામાં આવી છે, તેવા રાજ્‍ય પોલીસ તંત્રમાં કડક હાથે કામ લેવા ટેવાયેલા અને સૌરાષ્ટ ગુજરાતનો બહોળો અનુભવ ધરાવતા ડો. કે. એલ.એન.રાવે જણાવેલ. અત્રે એ યાદ રહે કે ડો.કે. એલ એન. રાવના પત્‍ની જાણીતા શિક્ષણવિદ્યાર્થી ડીન ડૉ. ઇન્‍દુ રાવ પણ ડ્રગ્‍સ જેવા દૂષણો યુવા પેઢીમાં ફેલાતા રોકવા માટે સતત પ્રયત્‍નશીલ છે, ગુજરાતના   રાજ્‍યપાલ દ્વારા પણ નોંધ લેવામા આવી છે.

નશીલા પદાર્થોનુ વૈચાણ અને સેવન અટકાવવાની કામગીરીને વધુ વેગ આપવા માટે રાજયભરમાં કામગીરી અર્થે -૦૫ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, ૧૧-પોલીસ ઇન્‍સ્‍પેકટરો, અને ૧૬-પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરો અને ૦૬-વાયરલેશ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તથા ૧૧૨-પોલીસ કર્મચારીઓ સહિત કુલ-૧૫૪ પોલીસ અધિકારી/ કર્મચારીઓના મહેકમ મંજુર કરી કુલ-૦૬ તેમજ ૬ વિંગ ઓફીસની શરૂઆત કરવામાં આવેલ હોય જેના ભાગરૂપે સી.આઇ.ડી. ક્રાઇમ એન્‍ડ રેલ્‍વેઝના પોલીસ મહાનિદેશક શ્રી. ડો.કે.એલ.એન.રાવ દ્વારા રાજકોટ ઝોન કચેરીનું રાજકોટ રેન્‍જ સાયબર ક્રાઇમ બીલ્‍ડીંગ ખાતે ઉદ્ધાટન કરવામાં આવેલ જે પ્રસંગે રાજકોટ શહેરના પોલીસ કમીશનર શ્રી બ્રજેશકુમાર ઝા તેમજ રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તેમજ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી વિજયસીંગ ગુર્જર તથા અન્‍ય પોલીસ અધિકારી/કર્મચારી હાજર રહેલ.

ગુજરાતની જેલોમાં થયેલ અદભુત રોજગાર લક્ષી કાર્યક્રમો અંતર્ગત મુખ્‍ય જેલવડાનો ચાર્જ જેમની પાસે યથાવત રખાયો છે તેવા સિનિયર IPS ડો. કે એલ એન.રાવ હસ્‍તે જેલ ડીઆઈજીની અધતન ઑફિસનો પણ શુભારંભ થયેલ છે.

(2:36 PM IST)