News of Monday, 15th December 2025
સુરતના માંડવીના રૂપણ ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર નજીક માનવ કંકાલ મળતાં ચકચાર
ખાનગી આંબાવાડીના ખેતરમાં સફાઈ દરમિયાન મજૂરોને માનવ કંકાલ મળ્યુ :પોલીસ અને FSL એ તપાસ શરૂ કરી

સુરતના માંડવીના રૂપણ ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર નજીક માનવ કંકાલ મળતાં ચકચાર મચી જવા પામી છે. ખાનગી આંબાવાડીના ખેતરમાં સફાઈ દરમિયાન મજૂરોને માનવ કંકાલ મળ્યુ હતું. કંકાલ દેખાતા મજૂરો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ માંડવી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ બાદ FSLને તપાસ માટે બોલાવવામાં આવી છે. કંકાલ કોનું? કેટલા સમયથી પડ્યું હતું? તેને લઈને પોલીસ અને FSL એ તપાસ શરૂ કરી છે. અકસ્માત કે હત્યા? તમામ પાસાંઓથી તપાસ હાથ ધરાઈ છે. માંડવી પોલીસે હાલ તો આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધ્યો છે. FSL રિપોર્ટ બાદ કંકાલની ઓળખ અને મૃત્યુનું કારણ ખુલવાની શક્યતા છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
