<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

THE AI ADVANTAGE પુસ્‍તક એટલે નવી ટેકનોલોજીની જાણકારી આપતો અદભુત દસ્‍તાવેજ

AI ટેકિનકથી નવી ઉભી થનારી તકો સાથે પડકારોને સમજવામાં ખૂબ ઉપયોગી થવા સાથે સ્‍માર્ટ અને સુરક્ષિત ભવિષ્‍ય માટે શું કરવું તેના તમામ જવાબો આ પુસ્‍તકમાંથી મળી રહેશે... અકિલા સાથે લેખક ips એવા cid ક્રાઇમ વુમન સેલના એડી ડીજીપી અજય ચૌધરીજી સાથે અકીલાની વાતચીત ૧૯૭૫માં ઝારખંડમાં જન્‍મેલ સામાન્‍ય પરિવારના આ યુવાનને તેમની માતાએ પ્રોત્‍સાહિત કરી સંઘર્ષ કરી ips બનાવ્‍યા, દેશની બેસ્‍ટ IIIT માં અભ્‍યાસ કરનાર આ સિનિયર IPS ના માત્ર બોલીવુડ નહિ, હોલિવુડમાં સંખ્‍યાબંધ પ્રશંસકો છે ૧૯૭૫માં ઝારખંડમાં જન્‍મેલ સામાન્‍ય પરિવારના આ યુવાનને તેમની માતાએ પ્રોત્‍સાહિત કરી સંઘર્ષ કરી ips બનાવ્‍યા, દેશની બેસ્‍ટ IIIT માં અભ્‍યાસ કરનાર આ સિનિયર IPS ના માત્ર બોલીવુડ નહિ, હોલિવુડમાં સંખ્‍યાબંધ પ્રશંસકો છે

રાજકોટ તા.૧૫:  વિશ્વની સાથે ભારત પણ ઝડપથી ટેકનોલોજી લેવલે બદલી રહ્યું છે, આવી બદલતી જતી નવી ટેકનોલોજી સાથે તેના ફાયદા સાથે ગેર ફાયદાઓ પણ ખૂબ મોટા છે, ભવિષ્‍યમાં મોટી સમસ્‍યાઓ પણ ઊભી થવાની છે, સાયબર ફ્રોડ, ગોપનીયતા, ડેટા ચોરી, ટેકનીક અર્થાત AI ની મદદથી કોઈ વ્‍યક્‍તિએ જે કાર્ય ન કર્યું હોય તેવા કાર્ય સાથે જોડવું વિગેરે ભય સ્‍થાનો પણ છે. AI ભલે માનવ ભાષા સમજી પ્રત્‍યુતર આપી શકે પણ એ બાબત પણ લાભ સાથે ગેરલાભ પણ બનવાની છે આવી સમસ્‍યાઓ ગુજરાતના એક સિનિયર IPS કે જેઓ પોતાની ફરજ બાદ વિશ્વ લેવલના અદભુત એબ્‍સ્‍ટ્રેક પેઇન્‍ટિંગ બનાવે છે, અને તેના પેન્‍ટિંગની નોંધ વર્લ્‍ડ લેવલે લેવાઈ છે, તેવા આ ips એટલે CID ક્રાઇમના વુમન સેલની વિશેષ જવાબદારી નિભાવતા અજય ચૌધરી.

૧૯૭૫માં ઝારખંડમાં સામાન્‍ય પરિવારમાં જન્‍મેલ આ યુવા IPS અધિકારીની માતાએ ખૂબ જહેમત ઉઠાવી ips બનવા પ્રોત્‍સાહિત કર્યા. તેવો એ દેશની બેસ્‍ટ IIIT કોલેજમાં અભ્‍યાસ કર્યો છે. ખૂબ શાંત, મિલનસાર એવા ips પોતાના અનુભવનો લાભ લોકોને મળે, લોકો જાગળત થાય અને ગુન્‍હા ઓછા બને તે હેતુથી સોશ્‍યલ મીડિયા માધ્‍યમથી નવા પ્રવાહોથી જાગળત કરે છે.

આવા અજય ચોૈધરી દ્વારા લોકોની માંગ અનુસાર AI અંગે સંપૂર્ણ સમજ આપતું પુસ્‍તક પ્રકાશિત કરેલ છે , જે સીધું AMOZON પર ઉપલબ્‍ધ થશે. તેમના પત્‍ની યુ ટયુબના જાણીતા સિંગર, અને રીલ ખૂબ ફેમસ છે તેવા દીપશિખા ચોૈધરી સહિત પરિવારનો પણ સહયોગ આ પુસ્‍તક લખવા પ્રેરિત કર્યો છે.

‘ધ એઆઈ એડવાન્‍ટેજ' બુદ્ધિશાળી ટેકનોલોજીથી વ્‍યાખ્‍યાયિત યુગમાં પોલીસિંગ અને જાહેર શાસનના ભવિષ્‍યને આકાર આપતા નેતાઓ માટે એક પ્રભાવશાળી માર્ગદર્શિકા પ્રસ્‍તુત કરે છે. વાસ્‍તવિક અનુભવોને વ્‍યૂહાત્‍મક દ્રષ્ટિ સાથે સંકલિત કરીને, આ પુસ્‍તક એઆઈને સરળ રીતે સમજાવે છે અને નૈતિક તથા ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા માટે સ્‍પષ્ટ માળખાં રજૂ કરે છે. આ પુસ્‍તક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને નીતિ નિર્માતાઓને કામગીરી ક્ષમતા વધારવા, જાહેર વિશ્વાસ મજબૂત કરવા અને ઊભરતા જોખમોને આગોતરા ઓળખવા માટે ઉપયોગી અને વ્‍યવહારુ સાધનો આપે છે. વૈશ્વિક નેતળત્‍વ વર્ગને ધ્‍યાનમાં રાખીને રચાયેલું આ પુસ્‍તક એઆઈથી ઊભી થતી પરિવર્તનકારી તકો અને પડકારોને સમજીને ભવિષ્‍ય માટે વધુ સુરક્ષિત, સ્‍માર્ટ અને મજબૂત સંસ્‍થાઓ બનાવવામાં માર્ગદર્શન આપતું એક આવશ્‍યક માર્ગદર્શક છે. તેમ અકિલા સાથેની વાતચીતમાં અજય ચોૈધરીજીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે

(4:15 PM IST)