<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

વાવ થરાદના સુઈગામના રડ઼ોસણ ગામની સીમમાં કેનાલમાં ભંગાણ :રડ઼ોસણ માઇનોર-2 મા પડ્યું 10 ફૂટથી વધુનું ગાબડુ

કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાથી તૂટી કેનાલ : કેનાલમાં સાફ સફાઈ માટે અનેક રજૂઆત છતાં નથી સાંભળતા

વાવ થરાદના સુઈગામના રડ઼ોસણ ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું છે. રડ઼ોસણ માઇનોર-2 મા 10 ફૂટથી વધુનું ગાબડુ પદ્યુંઈ છે આ  કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાથી કેનાલ તૂટી હોવાનું જણાવાઈ રહ્યું છે, . કેનાલમાં સાફ સફાઈ માટે અનેક રજૂઆત છતાં અધિકારીઓ કે કોન્ટ્રાકટર સાંભળતા નથી એવી રાવ ઉઠી છે. કેનાલ તૂટતા નજીકમાં આવેલ ખેતરમાં ગાબડાનું પાણી ફરી વળ્યું છે  એરંડા જીરું સહિતના પાકોને નુકશાન ખેડૂતે રવિ સિઝનમા કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું  છે 

(6:33 PM IST)