<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશન પીઆઇને ફરજ મોકૂફ કરાયા :દારૂ પકડવામાં નિષ્ફળ જતાં કાર્યવાહી

શહેર કોટડાના રામકુમાર મીલ પાસેથી પીસીબીએ 77 લાખની કિંમતનો દારુ ઝડપાયો હતો

અમદાવાદ : શહેર કોટડાના રામકુમાર મીલ પાસેથી પીસીબીએ 77 લાખની કિંમતનો દારુ ઝડપી પાડતા શહેરકોટડા પોલીસને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફરજમોકૂફ કરાયા છે. પ્રોહીબિશન પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ રહેલા પોલીસ અધિકારી સામે પોલીસ કમિશનરે તાત્કાલિક પગલાં લીધા છે. 

 અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશની હદ વિસ્તારમાં સંતરાની આડમાં મસમોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરજ મોકૂફ કરાયા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન પ્રવૃત્તિને રોકવામાં નિષ્કાળજી અને બેદરકારીને લઈને પોલીસ કમિશનરે પીઆઈ એમ.ડી. ચંદ્રવાડીયાને ફરજ મોકૂફ કર્યા છે. શહેર કોટડાના રામકુમાર મીલ પાસેથી પીસીબીએ 77 લાખની કિંમતનો દારુ ઝડપી પાડ્યો હતો

(8:57 PM IST)