<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સુરતના સિંગણપોર વિસ્તારમાં બેફામ ટેમ્પાચાલકે ફ્રૂટની લારી લઈને જતા વૃદ્ધા સહિત 3 વાહનોને અડફેટે લીધા

એક મોપેડ ચાલક પણ લગભગ 8 ફૂટ સુધી ઘસડાયો: ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા :સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

સુરતના સિંગણપોર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ ટેમ્પાચાલકે ફ્રૂટની લારી લઈ જઈ રહેલી એક વૃદ્ધાને અડફેટે લીધી હતી, જેના કારણે વૃદ્ધા ઉછળીને વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન ટેમ્પોએ મહિલાચાલક સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા અને એક મોપેડ ચાલક પણ લગભગ 8 ફૂટ સુધી ઘસડાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

 

(9:38 PM IST)