<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

નવસારીમાં દુધિયા તળાવના પાળે લાખોના ખર્ચે બનાવેલા ઢોરવાડામાં ગાયોની હાલત દયનીય: ગૌરક્ષકોમાં ભારે રોષ

કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રાખવામાં આવેલી ગાયો ભૂખ અને સારવાર વગર ટપોટપ મરી રહી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો

નવસારીમાં દુધિયા તળાવના પાળે લાખોના ખર્ચે બનાવેલા ઢોરવાડામાં રખાયેલી ગાયોની હાલત દયનીય બની છે. કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રાખવામાં આવેલી ગાયો ભૂખ અને સારવાર વગર ટપોટપ મરી રહી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો છે.

ગૌરક્ષકોનું કહેવું છે કે, નાની જગ્યામાં 150 થી વધુ ગાયો ઠાંસી ઠાંસીને રાખવામાં આવી છે. ગાયોને પૂરતા પ્રમાણમાં ચારો પણ આપવામાં આવતો ન હોવાથી ગાયો મરી રહી છે. તંત્રના કહેવા મુજબ ગૌશાળા હજુ 6 મહિના બાદ શરૂ થશે. એવામાં રોષે ભરાયેલા ગૌરક્ષકોએ ગાયોને પૂરતો ઘાસચારો અને સારવાર આપવામાં આવે તેવી માગ કરી છે.

(9:39 PM IST)