<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી

સેવન્થ ડે સ્કૂલને લઈને મોટી ખબર :સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી

અમદાવાદ:અમદાવાદઃસેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે.

સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૧૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ ૧૦ના વિદ્યાર્થીને તેના જ જુનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી.

 આ ઘટના નાના ઝઘડામાંથી શરૃ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીને સમયસર તબીબી મદદ ન મળવાથી તેનું મોત થયું હતું.

સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી.

 આનાથી રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.

(9:56 PM IST)