News of Monday, 15th December 2025
ઉમરેઠના ધુલેટા ગામે ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર
પોલીસની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા :ધુલેટા ગામતળની જમીન પર થયેલા કાચા-પાકા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું

આણંદ,તા.૧૫
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનોા ધુલેટા ગામે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધુલેટા ગામતળની જમીન પર થયેલા કાચા-પાકા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નના આધારે વહીવટી તંત્રએ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ગામતળમાં થયેલા કુલ ૨૩ પાકાં દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામના સરપંચ, તલાટી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત હાજર રહ્યો હતો. પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
