News of Monday, 15th December 2025
તિલકવાડાની બુજેઠા ચોકડી પાસેથી ૯,૧૬ લાખનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઈ/ચા ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક, નર્મદા એ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી દારૂના દુષણને ડામવા કામગીરી કરવા તેમજ આગામી તહેવારો સબબ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી પ્રોહીબીશનના કેસો કરવાના કડક નિર્દેશો અને સુચનાનાં પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો તિલકવાડા વિસ્તાર માં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે બુજેઠા ચોકડી પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો પકડી કુલ કિ.રૂ ૫,૬૧,૨૭૫ તથા એક સ્વિફ્ટ ડિઝાયર ફોરવ્હીલ ગાડી કિ.રૂ ૩,૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ -૦૧ જેની કિ.રૂ ૫,૦૦૦/- કુલ મુદ્દામાલ ૯,૧૬,૨૭૫/-સાથે પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ ગુનામાં પકડાયેલ ઈસમો માં : (૧) કનુભાઈ તુલશીભાઈ ડુગરાભીલ (રહે.કુકરાદા બુડડાબરા ફળીયા તા.નસવાડી જી.છોટા ઉદેપુર) (૨) સુરેશભાઈ સાગલીયાભાઈ ડુગરાભીલ (રહે.કુકરાદા બુડડાબરા ફળીયા તા.નસવાડી જી.છોટા ઉદેપુર)
જ્યારે વોન્ટેડ આરોપી : (૧) મિનેશ રાઠવા (રહે.માણકા તા.ક્વાટ જી.છોટા ઉદેપુર ) (૨) મૌકાભાઈ (રહે.સાધલી ગામ નજીક તા.શિનોર જી.વડોદરા )નો સમાવેશ થાય છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
