News of Monday, 15th December 2025
શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે ઘરેલુ હિંસા જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે ઘરેલુ હિંસા જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે નમ્રતાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા નમ્રતાબેન વ્યાસ રાજપીપળા ની જુવેનાઇલ કોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. કાર્યક્રમનુ આયોજન કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. પોતાના વક્તવ્યમાં, ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ઉદ્દેશીને આચાર્યએ ઘરેલુ હિંસા સામે કેવી રીતે લડી શકાય તે અંગે માહિતી આપી હતી. નમ્રતાબેન વ્યાસે પોતાના વક્તવ્યમાં ઘરેલુ હિંસા કોને કહેવાય, ખાલી છોકરીઓ જ નહીં છોકરાઓએ પણ હાલના સમયમાં તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ, ઘરેલુ હિંસા ફક્ત શારીરિક જ નહીં માનસિક પણ હોઈ શકે તેવી બાબતો અંગે વિગતવાર માહિતી આપી હતી. જો સ્ત્રીઓને કોઈપણ તકલીફ હોય તેમાટે તેમજ રાત્રિના સમયે તો મહિલા હેલ્પલાઇન ના અલગ અલગ નંબરો અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી . કાર્યક્રમમાં કોલેજના ત્રણે વર્ષના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર વહીવટી તથા બિન વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા. ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
