<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ભદામ ગામના 120 જેવા સનાતની ભાઈઓ વિશ્વ હિન્દુ પરિષદ/બજરંગ દળ સાથે જોડાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાંદોદ પ્રખંડ ના ભદામ ગામે એક બેઠક યોજાઈ જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના ભરૂચ વિભાગના ધર્મપ્રચાર પ્રસાર પ્રમુખ અજીતસિંહ રાઠોડ, જીલ્લા ઉપાધ્યક્ષ  સંજયભાઈ પટેલ, જીલ્લા મંત્રી જયદીપસિંહ ચાવડા, જીલ્લા સહમંત્રી નીરવભાઈ બારોટ, જીલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ વિજયસિંહ ચૌહાણ, નાંદોદ પ્રખંડ ના બજરંગ દળ સહ સંયોજક જયદીપભાઈ મહંત, નાંદોદ પ્રખંડ ના સહ સંયોજક વિશ્વાસભાઈ પટેલ તમામ પદાધિકારીઓ ની ઉપસ્થિતિ મા ભદામ ગામના 120 જેવા સનાતની ભાઈઓ વિશ્વ હિન્દુ પરિષદ/બજરંગ દળ સાથે જોડાયા જેમાં  લવજેહાદ, ગૌ રક્ષા, ધર્માંતરણ, પ્રચાર પ્રસાર, સત્સંગ, ધર્મપ્રસાર, મંદિર, હર ઘર સંપર્ક વિશે ચર્ચા કરવામાં આવી.

(10:59 PM IST)