<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

રાજ્‍ય અધ્‍યાપક મહામંડળનાં પદાધિકારીઓ જગદીશ વિશ્વકર્માની શુભેચ્‍છા મુલાકાત

અધ્‍યાપકોનાં પડતર પ્રશ્નો ઉકેલાતા રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: ગુજરાત રાજ્‍ય અધ્‍યાપક મહામંડળ દ્વારા આજરોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને રૂબરૂ મળી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.  રાજ્‍ય સરકાર દ્વારા અધ્‍યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા બદલ રાજ્‍ય સરકારનો આભાર માનવામાં આવ્‍યો હતો. ગુજરાત રાજ્‍ય અધ્‍યાપક મહામંડળના પ્રમુખ પ્રોફ઼ રાજેન્‍દ્ર જાદવ મહામંત્રી ડો. શશીકાંત તેરૈયા ખજાનચી બાબુભાઈ ચૌધરી અને ઉપ પ્રમુખ ડો. કેસરભાઈ ચૌધરી તથા લો કોલેજના પ્રતિનિધિ તરીકે ડો. અંકિત રામી ડો. દુબે હાજર રહ્યા હતા તેમ પ્રો.રાજેન્‍દ્ર જાદવની યાદીમાં જણાવાયું છે.

(10:06 AM IST)