તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 16th December 2025
સાબરકાંઠા જીલ્લાના ૧૧ ગામોના લોકો ભાજપનું પ્રાથમિક સભ્યપદ છોડશેઃ હુડાનો વિરોધે
શનિવારે બપોરે ૧૨ કલાકે સામુહિક રાજીનામાઃ હોદેદારો પણ સાથ છોડી દેશે

અમદાવાદ, તા.૧૬: સાબરકાંઠા જિલ્લામાં ભાજપ સામેનો વિરોધ હવે માત્ર નિવેદનો પૂરતો સીમિત ન રહેતા, એક મોટા સંગઠિત અભિયાનનું સ્વરૂપ લઈ રહ્યો છે. સ્થાનિક સ્તરે હુડા (હિમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) નો વિરોધ હવે વધુ ઉગ્ર બની ગયો છે, જેના પરિણામે ૧૧ ગામોના લોકોએ સામૂહિક રીતે ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લામાં ચાલી રહેલા આ વિરોધના ભાગરૂપે, ૧૧ ગામોના ગ્રામજનોએ સંગઠિત ‘ચાલો ભાજપ છોડો' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત એક મોટી રાજકીય ઘટના બનવા જઈ રહી છે.
આગામી ૨૦ તારીખે બપોરે ૧૨ કલાકે આશરે ૧૧ ગામોના તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના ્પ્રાથમિક સભ્ય પદેથી સામૂહિક રીતે રાજીનામું આપશે.
સૂત્રો અને આંદોલનના નેતાઓ તરફથી કરવામાં આવેલા દાવા મુજબ, આ અભિયાનમાં માત્ર સામાન્ય સભ્યો જ નહીં, પરંતુ ભાજપમાં પદ ધરાવતા હોદ્દેદારો પણ રાજીનામું આપશે, જે પક્ષ માટે મોટો ફટકો ગણી શકાય.
આ સામૂહિક રાજીનામા પાછળ આંદોલનકારીઓએ મોટો દાવો કર્યો છે કે, ૧૦,૦૦૦ થી વધુ લોકો આ એક જ દિવસમાં ભાજપનો સાથ છોડી દેશે. જો આ દાવો સાચો પડે તો, સાબરકાંઠાના રાજકારણમાં આ ઘટના એક મોટો ભૂકંપ સાબિત થઈ શકે છે.
સ્થાનિક સ્તરે સંગઠિત થયેલો આ ઉગ્ર વિરોધ અને સામૂહિક રાજીનામાની ઘટના ભાજપના મોવડી મંડળને વિચારવા મજબૂર કરી શકે છે કે આ વિરોધને શાંત પાડવા માટે હવે તેઓ કેવા પગલાં લે છે
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
