News of Tuesday, 16th December 2025
વડોદરાની તાજ હોટલ પાસે મોટો ભુવો : રસ્તો બંધ
વારંવારની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ

વડોદરા, તા.૧૬: શહેરમાં ચોમાસા સિવાયના સમયમાં પણ રસ્તાઓ પર ભુવા પડવાની ઘટનાઓ યથાવત રહી છે, જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક મોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકોટા વિસ્તારમાં તાજ હોટલ પાસે મુખ્ય માર્ગ પર એક મોટો ભુવો પડ્યો હતો. ભુવો પડતાની સાથે જ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્રએ તાત્કાલિક સ્થળ પર બેરીકેટિંગ કરી દીધું હતું. સલામતીના ભાગરૂપે, ભુવાને કારણે અકોટાથી મુજમહુડા તરફ જતો માર્ગ નો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
