<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ગિરનાર વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍યમાં ‘માંકડા'ની હાજરી ખતરનાક

બહારથી આવેલા માંકડા પ્રજાતિના (લાલ મોઢાવાળા) વાનરોમાં જીવાણુંઓ અને વાયરસના વાહકો હોઇ શકે છે, આ વાયરસ એશિયાઇ સિંહો અને બીજા વન્‍યપ્રાણીઓ માટે ઘાતક નિવડે છેઃ ભૂષણ પંડયા

રાજકોટ : ગિરનાર વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍ય નજીક આવી ચડેલા માંકડા(Rhesus Macaque) પ્રજાપતિના વાનરો  અંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફના ચેરમેન શ્રીને રજુઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવાયું છે કે  ૧. આધારભૂત માહિતી પ્રમાણે જાાણવાં મળે છે કે થોડાં દિવસોથી માંકડા પ્રજાતિનાં  ૮૦થી ૧૦૦ જેટલાં (લાલ મોઢાવાળા) વાનરો ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍યની તદ્‌ન નજીક આવેલ ભેંસાણનાં છોડવડી ગામે ક્‍યાંકથી આવી ચડયાં છે.

૨. ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍ય પ્રાણી અભયારણ્‍ય, ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય તથાં સમગ્ર સોૈરાષ્‍ટ્રનાં બીજા વિસ્‍તારમાં જોવાં મળતાં હનુમાન લંગુર આપણાં વન વિસ્‍તારોની સ્‍થાનિક પ્રજાતિ છે, જ્‍યારેમાંકડા માત્ર દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્‍તારોમાં જ જોવા મળે છે. તે મુખ્‍યત્‍વે ઉત્તર ભારત અને મધ્‍ય ભારતમાં વસતિ પ્રજાતિ છે.

૩. આરક્ષિત વિસ્‍તારોમાં બહારની પ્રજાપતિનું એક ઘાસનું તણખલું પણ આવે  તો સમગ્ર ઇકોસિસ્‍ટમ્‍સ માટે ચિંતાજનક બાબત છે. બહારથી આવેલ પ્રજાતિ સ્‍થાનિક પ્રજાતિ સાથે ગંભીર રીતે હરિફાઇ કરે છે, તેથી સ્‍થાનિક પ્રજાતિ માટે ભયજનક છે.

૪. માંકડા અચાનક ક્‍યાંથી આવી ગયા તે તપાસનો વિષય છે, પરંતુ તેમને ગિરનાર અને ગીરની વન્‍યસૃષ્‍ટિમાં દાખલ થતાં અટકાવવાનાં પગલાઓ સત્‍વરે લેવાં ખૂબ જ જરૂરી છે.

૫. બહારથી આવેલાં માંકડા રોગનાં જીવાણુંઓ અને વાઇરસનાં વાહકો હોઇ શકે છે. આ વાયરસ એશિયાઇ સિંહો તથાં બીજાં વન્‍યપ્રાણીઓ માટે ઘાતક નિવડી શકે છે.

૬. હનુમાન લંગુર સામાન્‍ય રીતે શાંત સ્‍વભાવનાં તથા તૃણાહારી છે. તેઓ નાનાં ટોળામાં રહે છે, જ્‍યારે માંકડા ઉગ્ર સ્‍વભાવનાં તથા મિશ્રાહારી છે. માંકડા મોટા ટોળાઓમાં રહે છે, તથી તેની શક્‍તિ અને હિંમત વધી જાય છે, ઉપરાંત આક્રમક સ્‍વભાવને કારણે મનુષ્‍યોનો રહેણાંક વિસ્‍તારોમાં ઘણી વખત આતંક મચાવે છે. મનુષ્‍યો ઉપર, ખાસ કરીને નાનાં બાળકો પર હુમલાઓ કરી શકે છે.

૭. હાલમાં ભેંસાણ-છોડવણી વિસ્‍તારોમાં  આવી ચડેલાં માંકડાઓથી ગ્રમ્‍ય વિસ્‍તારના લોકો, ખાસ કરીને ખેડૂત પરિવારો થોડાં દિવસોમાં જ હેરાન પરેશાન થઇ ગયેલ છે. તેઓ મકાનો પરનાં નળિયા, સોલાર પેનલ,  પાણીની પાઇપલાઇન, ટેલીફોન તથાં ઇલેક્‍ટ્રીસિટીનાં કેબલ્‍સ, વિગેરેની તોડફોડ કરી રહ્યાં છે. ખેડૂત ભાઇઓને વર્ષોથી રોઝ, જંગલી ભૂંડ, વિગેરે પ્રાણીઓ દ્વારા તેમની જીવાદોરી સમાન અમૂલ્‍ય પાકોનું નુકસાન થઇ રહેલ છે. આ મુશ્‍કેલી ઓછી હોય તેમ હવે માંકડાઓ તુવેર, જામફળ, વિગેરે ઉભા પાકોનું નુકસાન કરી રહ્યાં છે, ટૂંક સમયમાં કેરીની સીઝન આવતાં ગીરની જગવિખ્‍યાત કેસર કેરીનાં પાકની જ પૂરી શકાય તેટલી નુકસાની થશે.

૮. રોઝ અને ભૂંડથી રક્ષણ કરવા માટે ખેતરો આસપાસ વાડ અને દીવાલો કરવામાં આવે છે, પરંતુ માંકડાને રોકવા માટે તે સંપૂર્ણપણે બિનઅસરકારક છે.

જગતનો તાત અતિવૃષ્‍ટિ તથા જેવી કુદરતીઆફતો ઉપરાંત રોઝ, ભૂંડ, વિગેરેના ત્રાસથી ત્રાહિમામ્‌ છે. તેમાં માંકડાઓ મુશ્‍કેલી ન વધારે તે માટે અત્‍યારે જ  જરૂરી પગલાઓ લેવાં જરૂરી છે.

ઉપરોક્‍ત કારણોસર માંકડાઓની વસ્‍તી વધે, અને બીજા વિસ્‍તારોમાં ફેલાય તે પહેલાં જ સત્‍વરે પકડી અને તેમનાંમૂળ વિસ્‍તારોમાં મોકલવા માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવા વિનંતી છે. આ કામગીરીમાં જેટલું મોડું થશે, તેટલી પરિસ્‍થિતિ વધારે ગંભીર થશે અને તેમને પકડવા પણ લગભગ અશક્‍ય થઇજશે. 

ભૂષણ પંડયા

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ, વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર મો.૯૪૨૮૨ ૦૩૧૧૭

(3:34 PM IST)