News of Tuesday, 16th December 2025
સુરતમાં ડબલ મર્ડર ગુનાના આરોપી શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું
રિકસ્ન્ટ્રક્શન માટે લઇ જવાયો ત્યારે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી

સુરતમાં ડબલ મર્ડર ગુનાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. મળેલી માહિતી પ્રમાણે ડબલ મર્ડરના ગુનાનાના આરોપીને જ્યારે રિકસ્ન્ટ્રક્શન માટે લઇ જવાયો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તેના પગમાં ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી હતી
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલાને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો અને તે સમયે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, જેને રોકતા પોલીસે ફાયરિંગ કર્યું.
ફાયરિંગમાં આરોપીને ગોડાદરાના દેવત ગામ પાસે પગમાં ગોળી વાગી હતી અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
