તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
રાજપીપળાના યુવાને પોતાના મિત્રને બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું અને 14 લાખ રૂપિયાના ફ્રોડમાં ફસાયો
મહંમદ સાયદીન સૈયદની જામીન અરજી રાજપીપળાની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ફગાવી

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળાના એક યુવાને પોતાના જ મિત્રને પોતાના બેંક એકાઉન્ટ ભાડે વાપરવા માટે આપ્યા હતા. એ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 14 લાખ રૂપિયા જમા થયા અને એકાઉન્ટ ધરાવતા યુવાનને કમિશન પેટે 10 હજાર રૂપિયા મળ્યા હતા. રાજપીપળા માં સાયબર ઠગોએ આ યુવાનના બેંક ખાતાનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આ યુવાનનું બેંક એકાઉન્ટ 'મૂલ બેંક એકાઉન્ટ' તરીકે વાપરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા પોલીસે આ યુવાન મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરી ને તેની જામીન માટે અરજી રાજપીપળા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજુ કરતા કોર્ટે આ જમીન અરજી ફગાવી દીધી હતી.
પ્રાપ્ત.માહિતી મુજબ સાયબર ક્રાઇમ પોલીસને 'સમન્વય પોર્ટલ' પરથી નર્મદા જિલ્લાના કેટલાક બેંક ખાતાઓનો ઇનપુટ મળ્યો હતો.જેનો ઉપયોગ દેશના જુદા જુદા રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડમાં થયો હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાયું હતું.પોલીસે તપાસ હાથ ધરતા રાજપીપળા કસ્બાવાડમાં રહેતા મોહંમદશાહેદીન અમીનુદ્દીન સૈયદ નામના યુવાનનું બેંક ખાતું મળી આવ્યું હતું.આ યુવાનની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તેના પાડોશી અને મિત્ર અલ્તાફ જાવીદભાઈ ભટ્ટીએ તેને પૈસા કમાવવાની લાલચ આપી હતી. હકીકત મુજબ, અલ્તાફ જાવીદે મોહંમદશાહેદીનને કહ્યું હતું કે, અમુક રૂપિયા તેના ખાતામાં આવવાના છે, જે જમા કરાવવામાં આવે તો મોહંમદ શાહેદીનને કમિશન પેટે રકમ મળશે. કમિશનની આ લાલચમાં આવીને મોહંમદશાહેદીને પોતાની ત્રણ અલગ-અલગ બેંકોના ખાતા મિત્ર અલ્તાફને વાપરવા દીધા હતા.આ ખાતાઓમાં જુદા જુદા રાજ્યો (જેમ કે ચેન્નઈ, તમિલનાડુ, કલ્લાકુરચી, મહબુબનગર, નાગપુર)માંથી થયેલા સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બેંક ખાતાઓમાં તા.18 જૂન 2025 થી તા.20 જૂન 2025 સુધીમાં કુલ 14,19, 700 રૂપિયા જમા થયા હતા. બેંક ખાતાઓમાં પૈસા જમા થયા બાદ, મોહંમદશાહેદીન સૈયદના એકાઉન્ટમાંથી અલ્તાફ જાવીદભાઈ ભટ્ટીએ ચેક અને ATM દ્વારા આ તમામ રકમ રોકડમાં ઉપાડી લીધી હતી. અલ્તાફ ભટ્ટીએ આ કામ કરવા બદલ મોહંમદશાહેદીનને માત્ર 10 હજાર રૂપિયા કમિશન પેટે આપ્યા હતા અને બાકીની મોટી રકમ પોતે રાખી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ રકમ સાયબર ફ્રોડના પૈસા સગેવગે કરવા ત્યાર બાદ આગળ તેમના મળતીયાઓને પહોંચાડવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીમાં મોહંમદશાહેદીન સૈયદ અને અલ્તાફ જાવીદભાઈ ભટ્ટી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું જણાતા, નર્મદા સાયબર પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.અને તેઓ વિરુદ્ધ ફરિયાદ નોધી રિમાન્ડ મેળવી જરૂરી તપાસ હાથ ધરી છે ત્યારે મોહંમદશાહેદીન સૈયદ ની અરજી નામદાર ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર જજ ટી.સી. ઝવેરી સાહેબે આ જમીન અરજી ને ફગાવી દીધી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
