News of Tuesday, 16th December 2025
ગરૂડેશ્વર વિધવા મહિલાના અન્ય વ્યક્તિ સાથે સંબધ હોવાનો વ્હેમ રાખી ત્રાસ આપતા 181 અભયમ ની મદદ લેવાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાંથી એક મહિલાએ 181 અભયમ પર કોલ કરી જણાવેલ કે તેઓ વિધવા મહિલા છે અને તેમના સાસુ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે એવા વહેમો કરીને રોજ માનસિક ત્રાસ આપે છે અને ઘરે થી કાઢી મૂકવાની ધમકી આપે છે આ સાંભળીને રાજપીપળા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પીડિત મહિલા ના જણાવ્યા મુજબ એક વર્ષ થયું તેમના પતિ હયાત નથી અને ત્રણ બાળકો છે. સાસુ દિયર અલગ રહે છે મહિલા બાળકો સાથે અલગ રહું છું અને અલગ મજૂરી કરી જીવન ગુજરાન ચલાવું છું. મારા પતિના ગુજરી ગયા બાદ મારા સાસુ મને વારંવાર માનસિક ત્રાસ આપતા અને અન્ય વ્યક્તિ સાથે અફેર છે એવા આરોપ નાખીને ઝગડા કરે છે. રોજ મહેણા ટોણા મારતા હોય માટે હું કંટાળી ને પિયર રહેવા જતી રહી હતી અને આજે ખેતરે કામ હોવાથી બે મહિના પછી ફરી સાસરીમાં આવી તો ઝગડો કરવા લાગ્યા અને લખાણ કરીને તને કાઢી મૂકવી છે. અને મારુઝડ કરેલ માટે મેં અભયમ ની મદદ લીધેલ. ત્યારબાદ સામાપક્ષ નું કાઉન્સેલિંગ કરતા તેઓ જણાવતા કે ઘરમાં હું વડીલ છું. હું જેમ કહું એ રીતે એમણે કરવું પડે. તેઓ મારું કહેલું માનતા નથી. અને ફળિયા ના લોકો મને વહુ વિશે કહીને જતા હોય છે માટે મને વ્હેમ થાય છે. મને સામા જવાબો આપે છે. કહ્યા વિના ઘરેથી નીકળી જાય છે માટે મારે નથી રહેવા દેવા. ત્યારબાદ બન્ને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને કાયદાકીય સલાહ સૂચન આપેલ અને બન્ને પક્ષો એકબીજાને સમજીને ભેગા રહે વહેમો કરી ઝગડા ન કરે તે અંગે સમજણ આપી અને કાઢી મૂકવાની ધમકી ના આપે અને માનસિક ત્રાસ કે હેરાનગતિ ન કરે જે અંગે બાહેધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
