તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
રાજપીપળામાં 2017 મા પાલિકા હસ્તક શરૂ થયેલ આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓ લાભથી વંચિત
2017માં મેન્યુઅલ ફોર્મ ભરી લાભ અપાયો જેમાં અંદાજે 300 જેવા લાભાર્થીઓએ લાભ લીધો : હાલમાં ચાલતી ઓનલાઈન પ્રકિયામાં ઘણા લાભાર્થીઓએ ફોર્મ ભર્યા પરંતુ એકપણ લાભાર્થીને હજુ લાભ મળ્યો નથી

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજ્ય સરકારે દરેક જિલ્લાઓ માં પ્રધાનમંત્રી આવસ યોજના શરૂ કરી છે પરંતુ ફોર્મ ભરી ખર્ચો કરતા લાભાર્થીઓ પૈકી ઘણા લાભદભીઓને હજુ લાભ નહીં મળતા ગરીબ લોકો સાથે સરકાર મજાક કરતી હોવાની વાત સંભળાઈ છે.
મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના રાજપીપળા માં 2017 ના વર્ષ માં શરૂ કરવામાં આવી જેમાં 300 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો, જોકે 400 જેવા લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા એ પૈકી કેટલાકને લાભ મળ્યો નથી અને પાછળ થી ગયેલા ઘણા ફોર્મ ની કોઇજ પ્રક્રિયા નહીં થતા આ ફોર્મ સરકારમાં આમ ના આમ જ પડ્યા છે.
જોકે 2017 ની આ પ્રક્રિયા મેન્યુઅલી થઈ હતી ત્યારબાદ હાલ માં ચાલતી ઓનલાઈન પ્રક્રિયા માં પણ ઘણા લાભાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા પરંતુ તેમાંથી હજુ સુધી એકપણ લાભાર્થીને લાભ મળ્યો નથી તો શું સરકાર ગરીબ ઘર વિહોણા લાભથીઓ નો મજાક ઉડાવે છે. ? પોતાની વોટબેંક ઊભી કરવા કે આટલા લાભો આપ્યાની પ્રસિદ્ધિ મેળવવા જાહેરાતો કરવા સરકાર યોજનાઓ મૂકે છે જેમાં જરૂરિયાતમંદ ને યોગ્ય યોજના નો લાભ મળતો નથી સાથે સાથે ઘણી યોજનાઓ ગોકળગાયની ગતિ એ ચાલતી હોવાથી આવાસ જેવી યોજનાઓ માં લાભાર્થીઓ તોબા પોકારી ઉઠે છે, ચૂંટણી આવતા પહેલા સરકાર પોતાની વાહવાહી માટે મોટી મોટી જાહેરાતો કરે છે જેમાં ઓરિજિનલ આંકડા તો બતાવામાં આવતા નથી માટે જાહેરાત મુજબ જો તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
