News of Tuesday, 16th December 2025
વડોદરાના GSFC ગેટ નજીક બાઈક ડિવાઈડર સાથે ભટકાયું:સાંકરદા ગામના યુવકનું કમકમાટીભર્યું મોત
સંતુલન ગુમાવતા બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાયું : બાઈક ચલાવતો મનોજ હવામાં ફૂટબૉલ માફક ફંગોળાયો અને તેનું માથું નજીકના થાંભલા સાથે અથડાયું

વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ વાહન ચાલકોની લાપરવાહી અને ટ્રાફિક નિયમનોના ભંગને કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવી જ એક વધુ દુઃખદ ઘટના આજે શહેરના જીએસએફસી ગેટ નજીક બનેલી છે, જેમાં નોકરી પર જતા 20 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાંકરદા ગામનો ચિરાગ જાદવ (20) નામનો યુવક પોતાના બાઈક પર નોકરી જવા માટે નીકળ્યો હતો. મનોજ GSFC ગેટ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક સંતુલન ગુમાવતા બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાયું હતુ.
જેના પગલે બાઈક ચલાવતો મનોજ પણ હવામાં ફૂટબૉલ માફક ફંગોળાયો હતો અને તેનું માથું નજીકના થાંભલા સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં મનોજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. બીજી તરફ આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા તાલુકાના પોર ગામમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની 14 વર્ષીય સગીરાને પોતાના જ ફ્લેટમાં રહેતા હમઉમર સગીર સાથે લાગણીના સબંધ બંધાયા હતા. આ મામલે સગીરાના પિતાએ બન્નેને સમજાવ્યા હતા. જો કે સગીરના પિતાને આ બાબતની જાણ થતાં તેમણે પોતાના પુત્રને ઠપકો આપ્યો હતો.
આ બાબતે સગીરાને જાણ થતાં તે આઘાતમાં સરી પડી હતી. આખરે તેણે ફ્લેટના ચોથા માળના ધાબા પરથી પડતું મૂક્યું હતુ. જે બાદ સગીરાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. આ મામલે વરણામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
