News of Tuesday, 16th December 2025
અમદાવાદની સેવન્થ ડે હાઈસ્કૂલને સરકારે હસ્તક લેતા શાળા સંચાલકે સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો
કોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલને સરકારે હસ્તક લીધા બાદ શાળા સંચાલકે સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો છે.
અમદાવાદના મણિનગરની સેવન્થ ડે હાઈસ્કૂલનો વિવાદ વકર્યો છે. સરકારે શાળાને હસ્તક લીધી હતી, જે કાર્યવાહીને શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે ડીઈઓએ શાળાની રજૂઆતને ધ્યાને લીધા વગર એકતરફી નિર્ણય લીધો હતો. શાળા સંચાલકોનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર છે અને તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થશે. કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
