News of Wednesday, 17th December 2025
સુરત કોર્ટે બાળકી પર દુષ્કર્મ ગુજારનારને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી

સુરત, તા.૧૭: સુરતના માંગરોળ વિસ્તારમાં ૭ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એપ્રિલ ૨૦૨૫માં બનેલી આ ઘટનામાં જયારે બાળકીના માતા-પિતા મજૂરી કામ પર ગયા હતા, ત્યારે પાડોશમાં રહેતો ૨૫ વર્ષીય આરોપી વિક્રમ ઠાકુર નોકરી પરથી અડધા દિવસની રજા લઇને ઘરે આવ્યો હતો. તેણે માસૂમ બાળકીને લાલચ આપી ફોસલાવીને પોતાના રૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ ગંભીર ગુના બદલ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
