તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
અરવલ્લીમાં પ્રેમલગ્નને લઈને ઘર્ષણ :બાયડના રમોસ ગામે બે પક્ષો વચ્ચે મારામારી-તોડફોડ
યુવતીના પરિવારના લોકોએ યુવકના ઘરમાં ઘૂસીને હિંસક હુમલો કર્યો :15 અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રમોસ ગામે પ્રેમલગ્નને લઈને બે પરિવારો વચ્ચે જોરદાર બબાલ અને મારામારીની ઘટના સામે આવી છે. યુવતીના પરિજનોએ પોતાનું અપમાન થયું હોવાનું માનીને કાયદો હાથમાં લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પરિવારના લોકોએ યુવકના ઘરમાં ઘૂસીને હિંસક હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન:
આ હિંસક ઘટના બાદ યુવકના પરિવારે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં 18 વ્યક્તિઓને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 15 અજાણ્યા લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ગંભીર મારામારી અને તોડફોડના મામલે પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
