તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th December 2025
સુરતના કોસંબામાં 6 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ગુનામાં કોર્ટે માત્ર 5 મહિનામાં ચુકાદો આપી દોષિતને આજીવન કેદ સાથે 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

સુરત જિલ્લાના કોસંબામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં કોર્ટે માત્ર 5 મહિનામાં ચુકાદો આપી દોષિતને આજીવન કેદ સાથે 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ભોગ બનનાર બાળકી દોષિતને “કાકા” કહીને બોલાવતી હતી. બાળકી દ્વારા પોતાની માતાને સમગ્ર હકીકત જણાવ્યા બાદ મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
