<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ગાંધીનગર સ્થિત રાધાકૃષ્ણ મંડળ તથા જયોતિ મહિલા મંડળ દ્વારા સેક્ટર નં -૫-એ ખાતે શાકોત્સવનુ ભવ્ય આયોજન હર્ષોલ્લાસ સાથે સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ગાંધીનગર સ્થિત સેક્ટર નં -૫-એ ખાતે શાકોત્સવ સહ વનભોજનનો મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. રાધાકૃષ્ણ મંડળ ગાંધીનગર તથા જયોતિ મહિલા મંડળ દ્વારા સેક્ટર નં -૫-એ ગાંધીનગર ખાતે શાકોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ.
સેક્ટર નં -૫-એ ગાંધીનગર ખાતે દર વષૅ ની જેમ આ વર્ષે પણ શિયાળાની ફૂલગુલાબી ઠંડી તથા ભરપુર લીલા તાજા શાકભાજી ની સીઝનમાં શાકોત્સવ સહ વનભોજનનુ આયોજન કરવામાં આવેલ જેનો મોટીસંખ્યામાં ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. રાધાકૃષ્ણ મંડળના પ્રમુખ નિરૂબેન નાયકના માગૅદશૅન ,સહકાર થી અને જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચ તેમજ રતનસિંહ ગોલના સાથ સહકાર આ  શાકોત્સવ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
શિયાળામાં ફુલગુલાબી ઠંડી અને ભરપૂર માત્રામાં લીલા શાકભાજી હોવાથી  ગરમશાક,બાજરીના રોટલા,ગોળ,માખણ,તૂવેરઠોઠા,છાશ અને મરચા સહિત વિવિધ ગરમ ગરમ વાનગીઓનુ મંડળ ના બહેનો તથા સિનિયર સિટીઝન ભાઈ ઓ ભાવથી ભોજન કરી ખુશ થયા હતા.
આ ઉત્સવ પ્રસંગે જયોતિમહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લય વિજેતા બની હતી.રમત ગમત પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાને આવનાર બહેનોને નિરૂબેન નાયક અને ચેતનાબેન બુચ ના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાધાકૃષ્ણ મંડળ ના પ્રમુખશ્રી નિરૂબેન નાયક,ચેતનાબેન બુચ,તારાબેન પટેલ તથા રાધાકૃષ્ણ મંડળના સવૅ બહેનોએ ઠંડી માં વહેલી સવારથી જ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

(9:18 PM IST)