<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

સાગબારાના બોદવાવ ગામે કૂવામાં પડનાર યુવાનનું પાણીમાં.ડૂબી જતા મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા બોદવાવ ગામમાં કૂવામાં પડેલા યુવાનનું પાણીમા ડૂબી જતા મોત નીપજ્યું હતું.
    પ્રાપ્ત વિગતો અનુસાર લલીતાબેન વા/ઓ અજીતભાઈ નવલસીંગભાઈ વસાવા (ઉવ.૨૭ ) ( રહે.બોદવાવ )નાઓએ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પતિ અજીતભાઈ નવલસીંગભાઈ વસાવા (ઉવ.૨૮ )(રહે.બોદવાવ, તા.સાગબારા, જીલ્લો-નર્મદા) નાઓ તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે ૦૯/૩૦ વાગ્યાથી તા.૧૬/૧૨/૨૦૨૫ ના બપોર ૧૨/૩૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે પોતાના ઘરની પાછળ આવેલ પાળી વગરના કુવામાં પડી જઈ કુવાના પાણીમાં ડુબી જતા તેમનું મોત થતા સાગબારા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:48 PM IST)