<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ગુજરાતમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદાશે : 22મીથી કરાવી શકાશે નોંધણી

ભારત સરકારે તુવેર માટે રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો

ગુજરાતમાં આગામી સમયમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તુવેરના વેચાણ માટે ખેડૂતો, આગામી તારીખ 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી-2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. તુવેર પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે. વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉત્પાદનના 100 ટકા જથ્થા મુજબ ખરીદી કરવાનું આયોજન કરાયું છે. ભારત સરકારે તુવેર માટે રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે.

(11:59 PM IST)