તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 18th December 2025
હિંમતનગર વિકાસ સત્તામંડળની રચના પર ગુજરાત સરકારનો સ્ટે: ખેડૂતોના ઉગ્ર આંદોલન સામે નમતું જોખ્યું
સાબરકાંઠાના ૧૧ ગામોના હજારો ખેડૂતોના ભારે વિરોધ અને જમીન કપાતના ડરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હુડાની રચનાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કર્યો

ગાંધીનગર: હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા) ની રચના સામે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિરોધનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સત્તામંડળની રચનાને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.
નોંધનીય છે કે, હુડાની રચના હેઠળ ૧૧ ગામોની અંદાજે ૭૬૦૦ એકર કૃષિ જમીન શહેરી વિકાસમાં જવાની ભીતિ હતી, જેના વિરોધમાં ૨૦૦૦૦ થી વધુ ગ્રામજનો અને ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું. ખેડૂતોને ડર હતો કે આ સત્તામંડળને કારણે તેમની જમીન ખેતી લાયક નહીં રહે અને મિલકત વેરામાં પણ ધરખમ વધારો થશે.
સરકારે ખાતરી આપી છે કે હવે પછી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક રહીશોના હિતોને ધ્યાનમાં રાખીને વ્યાપક પરામર્શ કરવામાં આવશે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
