News of Thursday, 18th December 2025
સચિવાલય હાઈ એલર્ટ પર, તમામ વાહનોની મેટલ ડિટેક્ટરથી ચકાસણી
બે વર્ષમાં અમદાવાદ સહિતના સ્થળે ૨૦ શાળાઓને ધણધણાવી નાખવાની ધમકીના ઇમેઇલ ઓળખ છુપાવવા પ્રાઇવેટ નેટવર્ક વીપીએનનો ઉપયોગ થયાનું સાયબર ક્રાઈમની તપાસમાં ખૂલ્યું: ડીસીપી હર્ષદ પટેલઃ શાળાઓ દ્વારા આજથી ખુલશે? : વિધાનસભા ભવન, મંત્રાલય, મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રીના કાફલાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ib રિપોર્ટ આધારે વધારી દેવામાં આવી : BSF બેક ગ્રાઉન્ડ આધારે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા તપાસની રણનીતિ ઘડી કાઢવામાં આવી. જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલના માર્ગદર્શનમાં તમામ એંગલો દ્વારા તપાસ ચાલી રહી છે

રાજકોટ, તા. ૧૮: લોકોમાં ભય ફેલાવવાની ચોક્કસ ભેજાબાજો દ્વારા છેલ્લા બે વર્ષમાં ત્રણ ત્રણ વખત શાળાઓ ઉડાડી દેવાની ધમકી પગલે, આ કાવતરાખોરોને ઓળખવા માટે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા પોતાના bsf અનુભવ આધારે વિવિધ આર એંગ્લો દ્વારા તપાસ મક્કમતાથી શરૂ કરાવી છે.
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા આ મામલાની તપાસ જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમને સુપ્રત કરી છે. આ ઇમેઇલમાં સિંગાપુર, અને યુ એસ સાથે તાર જોડાયા હોવાનું સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું ડીસીપી ઝોન ૧ હર્ષદ પટેલ જણાવે છે પોતાની ઓળખ છુપાવવા માટે પ્રાઇવેટ વીપીએનનો ઉપયોગ થયો હોવાનું પણ સાયબર ક્રાઈમની તપાસમાં ખૂલ્યું હોવાનું હર્ષદ પટેલ જણાવે છે.
૨૦ જેટલી શાળાઓ પર જોખમ હોવાની બાબતથી વિધાર્થીઓના અભ્યાસ સાથે તેઓ માનસિક દબાણમાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપ વાલીઓ પણ ભયના ઓથાર હેઠળ આવ્યા હતા. તંત્રની સમજાવટથી શાળાઓ આજથી પૂર્વવત થાય તેવી આશા સેવાઈ રહી છે.
દરમિયાન શાળાઓ ઉડાડી દેવાની ધમકી પગલે સાવચેતી ખાતર સચિવાલય હાઈ એલર્ટ પર મૂકી તેની સુરક્ષા વ્યવસ્થા ગાંધીનગર રેન્જ વડાના આદેશ અને ib રિપોર્ટ આધારે કરવામાં આવી છે.
સચિવાલયમાં એન્ટ્રી કરતા તમામ વાહનોની મેટલ ડિરેક્ટર અને ડોગ સ્કીવાડ દ્વારા ચુસ્ત રીતે ચકાસણી ચાલી રહી છે.
સચિવાલયની સાથે સાથે ગાંધીનગર સ્થિત વિધાનસભા ભવન તેમજ અન્ય મહત્વની સરકારી કચેરીઓમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને મુખ્યમંત્રીના કાફલાના રૂટ પર વધારાનું સધન ચકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ-૧ થી મુખ્યમંત્રી નિતાસકથાન સુધીના ૧ માર્ગ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
