તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 18th December 2025
રાજયના નિવૃત્ત કર્મચારીઓને આરોગ્ય કાર્ડ મેળવવામાં હાલાકી
સમસ્યા હલ કરવા નાગરિક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૮ : રાજય સરકાર દ્વારા નિવૃત કર્મચારીઓને અપાતા આરોગ્ય કાર્ડ મેળવવામાં પડતી હાલાકી અંગે નાગરિક સમિતિ રાજકોટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી ધ્યાન દોરવામાં આવ્યુ છે.
જેમાં જણાવેલ છે કે આ આરોગ્ય કાર્ડ મેળવવા નિવૃત કર્મચારીઓને લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ કાર્ડમાં નિવૃત્ત કર્મચારીઓના પરિવારનું નામ, જન્મ તારીખ, યોગ્ય રીતે દાખલ થયેલ ન હોવાથી પરિવારના સભ્યનું કાર્ડ નિકળી શકતુ નથી. આરોગ્ય કેન્દ્રમાં કલાકો કતારમાં ઉભા રહેવુ પડે અને વારો આવે ત્યારે તુમાખી ભર્યા જવાબો મળે છે.
નિવૃત્ત કર્મચારીઓને આરોગ્ય કાર્ડ મેળવવામાં પડતી હાલાકી દુર કરવા નાગરિક સમિતિના એડવોકેટ હિંમતભાઇ લાબડીયા (મો.૯૯૭૮૮ ૧૮૫૯૨), ભાવેશ આચાર્ય (મો.૯૪૨૭૨ ૧૪૭૭૨), પ્રકાશ મોરી (મો.૭૩૫૯૩ ૩૧૫૭૯)એ મુખ્યમંત્રી અને સંબંધિતોને પાઠવેલ પત્રમાં રજુઆત કરી છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
