<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

બેટી બચાઓ,બેટી પઢાઓના દાવા ખોખલાઃ રાજયમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કથળી

ભાજપના રાજમાં ૯ વર્ષમાં મહિલાઓને લગતા ૭ર હજારથી વધુ ગુન્‍હા ૩ માસુમ બાળકીઓ પરની આઘાતજનક ઘટના અંગે સરકારને ઝાટકતા કોંગ્રેસ પ્રવકતા

અમદાવાદ તા. ૧૮ :.. છેલ્લા અઠવાડીયામાં જસદણ, ગાંધીનગર અને ભાવનગરમાં ત્રણ નિર્દોષ માસૂમ બાળકીઓ પર થયેલા ભયાનક દુષ્‍કર્મની ઘટનાઓ પર ગહન રોષ અને દુઃખ વ્‍યક્‍ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, આ ક્રૂર અપરાધો ભાજપ શાસન હેઠળ ગુજરાતમાં કાયદો-વ્‍યવસ્‍થાના સંપૂર્ણ પતનને ઉજાગર કરે છે, જે મહિલાઓ અને ખાસ કરીને નાની બાળકીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

હૃદયદ્રાવક અપરાધો અનિયંત્રિત અસામાજિક તત્‍વોની ચિંતાજનક પેટર્નને દર્શાવે છે. આ અલગ-અલગ ઘટનાઓ નથી, આ ભાજપ સરકારની ગુન્‍હાહિત બેદરકારી અને ગળહ વિભાગની  નિષ્‍ફળતાનું સીધું પરિણામ છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધો પર ઝીરો ટોલરન્‍સની વાતો કયાં છે? કાયદો-વ્‍યવસ્‍થાનું તંત્ર ધરાશાયી થયું છે, જેનાથી આપણી દીકરીઓ અકલ્‍પ્‍ય ત્રાસનો ભોગ બની રહી છે. રાજ્‍ય સરકારની મહિલા સુરક્ષા પરના ખોખલા દાવાઓ બેટી બચાઓ, બેટી પઢાઓ જેવી યોજનાઓ ખાલી શબ્‍દો છે જ્‍યારે માસૂમ બાળકીઓ દિવસ દહાડે ભોગ બની રહી છે. ભાજપની નિષ્‍ક્રિયતા માત્ર અસમર્થતા નથી, આ તો દરેક ગુજરાતી પરિવાર સાથે વિશ્વાસઘાત છે. કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્‍યારે ભોગ બનનાર મહિલાઓ-બાળકીઓના દુઃખમાં ભાગીદાર થવા જાય તો તંત્ર દ્વારા જાગવાને બદલે કોંગ્રેસના મહિલા નેતા પર જ પોલીસ કેસ કરવામાં આવે તે કેટલે અંશે વ્‍યાજબી ?

સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા અને ગુજરાતમાં વધતા મહિલાઓને લગતા ગુન્‍હાઓ અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, મહિલા સુરક્ષાની વાતો - જાહેરાતો વચ્‍ચે  છેલ્લા નવ વર્ષમાં ભાજપ સરકારમાં ૭૨૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્‍હાઓ નોધાયા છે જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે. રાજ્‍યમાં અપહરણ, બળાત્‍કાર, ઘરેલુ હિંસા, દહેજ મળત્‍યુ અને શોષણ, મહિલાઓ પર એસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્‍હાઓ થઇ રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦થી વધુ મહિલાને લગતા ગુન્‍હાઓ નોધાય છે એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલાઓ ભોગ બની રહી છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે.

કાયદો-વ્‍યવસ્‍થાના પતન પર ઉચ્‍ચસ્‍તરીય ન્‍યાયિક તપાસ, જેમાં દારૂ અને ડ્રગ્‍સ રેકેટમાં રાજકીય સંરક્ષણની ભૂમિકા પણ સામેલ, ગળહમંત્રીના રાજીનામા અને રાજ્‍યની પોલીસિંગ સિસ્‍ટમનું મુલ્‍યાંકન,સતત પેટ્રોલીંગ કરવામાં આવે ત્‍યારે જ ગંભીર ગુન્‍હાઓ પર રોક લાગશે તેવી કોંગ્રેસ પક્ષ તાત્‍કાલીક કાર્યવાહીની માંગ કરે છે. તેમ ડો. મનિષ દોશી જણાવે છે.

(2:54 PM IST)