<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

હિંમતનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને નિશાન બનાવવાની ધમકીથી ખળભળાટ. સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું.

​

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ છે. ધમકી મળ્યાની ગણતરીની મિનિટોમાં જ હિંમતનગર પોલીસનો મોટો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો.

​સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી છે, જે સમગ્ર પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

 

આ ધમકી કોણે અને કયા હેતુથી આપી છે તે દિશામાં સાયબર ક્રાઈમ અને પોલીસ તપાસ કરી રહી છે.

(6:21 PM IST)