તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 18th December 2025
વાવ થરાદ જિલ્લામાં NDPS અંતર્ગત સર્ચ ઓપરેશન: દિયોદર, વાવ, માવસરી, થરાદ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર ચેકીંગ કરાયું
થરાદ શહેરમાં ચાર મેડિકલ સ્ટોર ફાર્મસીસ્ટ વગર ચાલતાં હતા. SOG ની ટીમે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ની ટીમને સાથે રાખી ચારેય મેડીકલના પરવાના રદ કરવા ની કાર્યવાહી હાથ ધરી

વાવ થરાદ જિલ્લામાં NDPS અંતર્ગત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર, વાવ, માવસરી, થરાદ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર ધરાયું હતું ચેકિંગ, દિયોદર અને થરાદમાં જોવા મળી મેડિકલ વિભાગમાં ક્ષતિઓ. થરાદ શહેરમાં ચાર મેડિકલ સ્ટોર ફાર્મસીસ્ટ વગર ચાલતાં હતા. SOG ની ટીમે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ની ટીમને સાથે રાખી ચારેય મેડીકલના પરવાના રદ કરવા ની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદરમાં આવેલ ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી મળી આવી માદક પદાર્થ ના ભેળસેળવાળી ગોળીઓ મળી આવી છે. ચામુંડા મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાંથી પ્રતિબંધિત દવાની 3300થી વધુ મળી આવી ગોળીઓ. નશા યુક્ત ગોળીઓનું વેચાણ કરતા વેપારી સામે પોલીસે નોધી ફરિયાદ રૂ. 14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મેડિકલ સ્ટોરના માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી છે
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
