<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પોરબંદરના દરિયાકાંઠે ડ્રેજીંગ મામલે તપાસ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આદેશ

ડ્રેજીગ કર્યા વિના જ રૂપિયા 21.88 કરોડ સરકારમાંથી મેળવી લેવાયા હોવાની એક ફરિયાદ બાદ તપાસના આદેશ અપાયા

પોરબંદરના સમુદ્ર કાંઠે ડ્રેજીંગ મામલે તપાસ કરવા મુખ્યમંત્રી આદેશ કર્યો છે. પોરબંદરના દરિયાકાંઠે ડ્રેજીગ કર્યા વિના જ રૂપિયા 21.88 કરોડ સરકારમાંથી મેળવી લેવાયા હોવાની એક ફરિયાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળી હતી.આ ફરિયાદ સંદર્ભે તપાસ કરવાના આદેશ થતા જ લાગતા વળગતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    લેખિત ફરિયાદમાં એવો ચોકાવનારો ઉલ્લેખ કરાયો છે કે, ડ્રેજિંગ નહીં થયું હોવા છતાં, અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્રારા 21.88 કરોડના ખોટા બિલો મૂકી કોંભાડ આચરવામાં આવ્યુ  હોવાના આક્ષેપ કરાયો છે. જોકે આજે બાવન કાના બાદરસાહી એ આજે રાજ્યના ગૃહ વિભાગ ને પત્ર લખી CBI તપાસની માંગ કરી હતી તે દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ થયો છે.

 

(7:08 PM IST)