તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th December 2025
સાબરકાંઠા જિલ્લા કલેકટરની કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બોંમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ક્લેકટર કચેરી પહોંચી :ક્લેકટર કચેરી અને સેવા સદનની કચેરીઓની તપાસ

સાબરકાંઠા જિલ્લા કલેકટરની કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રાજ્યમાં ક્લેકટર કચેરીઓને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જેના ભાગરૂપે સાબરકાંઠા ક્લેકટર કચેરી સહિત જિલ્લા સેવા સદનમાં પોલીસનો કાફલો ખડકાયો છે. બોંમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ક્લેકટર કચેરી પહોંચી છે. ક્લેકટર કચેરી અને સેવા સદનની કચેરીઓની તપાસ કરાઈ છે. કચેરીમાં શંકાસ્પદ ચીજોને લઈ સાવચેતી અને તકેદારી રાખવા અપીલ કરાઈ છે. પોલીસ દ્વારા કચેરીના તમામ વિસ્તારને તપાસવામાં આવ્યો છે. રાજ્યની ક્લેકટર કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની મેઇલથી ધમકી મળી હતી. જેને લઈ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં સાવચેતીને લઇ કાર્યવાહી કરાઇ છે
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
