તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
મેઝી ક્વીકલ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ
અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસોઃમેઈલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા સંગઠિત ગ્રુપનું સુનિયોજિત કૃત્ય હોઈ શકે

અમદાવાદ : અમદાવાદમાં ગઈ કાલે (બુધવારે) વહેલી સવારથી જ શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદની અંદાજે ૨૩ જેટલી પ્રતિષ્ઠિત શાળાઓ અને સાબરમતી સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, સઘન તપાસ બાદ કંઈ પણ વાંધાજનક ન મળી આવતા આ ધમકી માત્ર એક હોક્સ (અફવા) હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઈલ મેઝી ક્વીકલ જેવા ફેક નામો ધરાવતા ત્રણ અલગ-અલગ વિદેશી સર્વર અને ઈમેઈલ આઈડી (હોટમેલ અને એટોમિક મેલ) પરથી મોકલવામાં આવ્યા હતા. તમામ ૨૩ શાળાઓ અને જેલ પ્રશાસનને મોકલવામાં આવેલા મેઈલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા સંગઠિત ગ્રુપનું સુનિયોજિત કૃત્ય હોઈ શકે છે. ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમો જે-તે સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે આ મેઈલ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવ્યા હતા. આ ગંભીર મામલાને જોતા અમદાવાદ સાયબર ક્રાઇમે બુધવારની મોડી રાત્રે જ કન્સોલિડેટેડ FIR દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ઇમેઇલ્સનું કન્ટેન્ટ એકસરખું જ હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા ચોક્કસ ગ્રુપનું કામ હોઈ શકે છે. સાયબર એક્સપર્ટ્સ હાલમાં VPN ના ઉપયોગ અને ઇમેઇલ કયા દેશમાંથી આવ્યા છે? સ્થાનિક સ્તરે કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
શહેર પોલીસ કમિશનર અને વહીવટી તંત્ર દ્વારા શહેરના નાગરિકો, ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે, કોઈએ પણ ગભરાવાની જરૃર નથી. આ એક હોક્સ મેઈલ હતો. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહો અને શાળાઓમાં સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
