તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th December 2025
ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન
જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. રોડની બાજુમાં આવેલી આ ગેરકાયદે દરગાહને તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકાએ અગાઉ જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી. ડિમોલિશન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
