News of Thursday, 18th December 2025
આજીવન કેદની સજા ભોગવતાં કેદીને રાજય સરકારે સજાનો બાકીનો ભાગ માફ કરતાં રાજપીપળા જીલ્લા જેલથી મુક્ત કરાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા જીલ્લા જેલના પાકા કેદી નં.૧૧૨૯૫ ચીમનભાઇ મુળજીભાઈ તડવી મુ.નાસરી તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાઓ દ્વારા વારસાઇ જમીન જુની શરતમાંથી નવી શરત માટે તબદીલ કરવા બાબતે તેના પિતા અને મરણજનાર ( રમેશભાઈ ) બન્ને વચ્ચે બોલાચાલી થયેલ જેથી આ કેદી બારા તેના પિતાનું ઉપરાણું લઇ મરનારને ગળાની ડાબી બાજુ કુહાડીનો ધા મારી મૃત્યુ નિપજાવતાં ગરૂડેશ્વર પો.સ્ટે. માં ગુનો નોંધાયેલ અને આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલ હતી. આ કેદીની નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતે જેલ માધ્યમથી અપીલ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરીને જેલમુક્ત કરવાના હુકમો થતા આ કેદીને તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ શરતોની સમજ આપી, અધિક્ષક એમ.એન.જાડેજાનાઓ દ્વારા આ કેદીને પુષ્પની માળા પહેરાવી તેમજ જેલની બહાર એક સારા નાગરીક બને તે હેતુસર શ્રીમદ ભગવત ગીતા આપી રાજપીપળા જીલ્લા જેલથી જેલમુક્ત કરેલ છે. આ પ્રસંગે મજકુર કેદીના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળેલ હતી.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
