<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

NO DRUGS IN GUJARAT " તથા નશામુક્ત ગુજરાત અભિયાન

અંતર્ગત નર્મદા એસ.ઓ.જી. એ ચેકીંગ દરમિયાન મુદામાલ ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલમાં ગુજરાત રાજયમાં સગીર/યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે, ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઈટેનીયમ, ઓકસાઈડ, પોટેશીયમ નાઈટ્રેટ, આર્ટીફીસીયલ ડાઈ, કેલશીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર વિગેરે ઉપર મળી રહેતા હોય છે. જેના પરીણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃતિમાં વધારો થાય છે. આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલા પાન પાર્લર વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય.

   જે અનુસંધાને નર્મદા જીલ્લામાં “ NO DRUGS IN GUJARAT * તથા નશામુક્ત ગુજરાત અભિયાન સાર્થક બને તે માટે સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તેમજ ઇ. ચા. જીલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખ નાઓ દ્વારા જીલ્લામાં સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા, એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા પાન પાર્લરોની ચેંકીગ કરવામાં આવેલ જે દરમિયાન (૧) શ્રી રામ કટલરી એન્ડ જનરલ સ્ટોર ના માલીક નામે ત્રિભોવનભાઈ છીતુભાઇ તડવી (રહે- શિવાજી નગર સાગબારા, તા.સાગબારા, જી.નર્મદા) નાઓના કબજામાંથી MYA CONE Pre Rolled Ultra Thin Paper સ્મોકીંગ કોન બોક્ષ-૩ જેમાં ફુલ સ્મોકીંગ કોન-૧૭૬ કીમત રૂા. ૨૬૪૦/- તથા STAAH-PRO emergency supply 3x3 50 units રોલીંગ પેપર નંગ ૨૨૫ કિ. રૂ!.૨૨૫૦/- મળી કુલ કિંમત રૂ. ૪૮૯૦/- તથા (૨) શ્રી દેવ નારાયણ ઢાબાના માલીક નામે શ્યામલાલ માનાજી ગુર્જર (રહે- જુની આર.ટી.ઓ. ઓફીસની બાજુમાં સાગબારા તા.સાગબારા, જી.નર્મદા) નાઓના પોતાના કબજા માંથી મળી SUP SOL INDIA BROWN " સ્મોકીંગ કોન કુલ નંગ-૨૭૫ કિમત રૂ!.૪૧૨૫/- નો મુદ્દામાલ મળી કુલ સ્મોકીંગ રોલ નંગ-૪૫૧ કિમત રૂા.૬૭૬૫ તથા રોલીંગ પેપર નંગ-૨૨૫ કિમત રૂા.૨૨૫૦/- નો મળી કુલ કિંમત રૂ!.૯૦૧૫/- ના મુદ્દામાલ સાથે ચેંકીગ દરમિયાન ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:30 PM IST)