<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રાજપીપલામાં મનરેગા યોજનામાં બદલાવના વિરોધમાં કોંગ્રેસના ધરણા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા કોંગ્રેસ સમીતી તરફથી કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી તેમાં કરેલા કેટલાક ફેરફારના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
  પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારે "મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજનામાં માં ફેરફાર કરી "ગાંધી બાપુ " નું નામ હટાવી લઇ યોજનામાં ફેરફાર કરી રાજ્ય સરકાર પર તેનો બોજો નાખતા તેનો વિરોધ કરવા નર્મદા જિલ્લા કોંગ્રસ પ્રમુખ રણજિત તડવી , પૂર્વ ધારાસભ્ય પી . ડી. વસાવા , રાજ્ય આદિવાસી સેલ ના ઉપાધ્યક્ષ ચંદ્રકાન્ત તડવી , જિલ્લા ઉપપ્રમુખ માલવ બારોટ મહિલા અગ્રણી દક્ષાબેન તડવી , અંગીરાબેન તડવી , વગેરે એ ગાંધીજી ની પ્રતિમા પાસે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો ..

(10:31 PM IST)