<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર: પોલીસ અને એસઆરપી ગ્રાઉન્ડ પ્રેક્ટિસ માટે ખુલ્લા મુકાશે - હર્ષ સંઘવી

આ નિર્ણયથી હજારો યુવાનોને શારીરિક કસોટીની તૈયારી કરવા માટે યોગ્ય મેદાન અને સુવિધા મળી રહેશે,

ગાંધીનગર : ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં પોલીસ અને એસઆરપી ગ્રાઉન્ડને ભરતીના ઉમેદવારો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લા મુકવામાં આવશે. 
આ નિર્ણયથી હજારો યુવાનોને શારીરિક કસોટીની તૈયારી કરવા માટે યોગ્ય મેદાન અને સુવિધા મળી રહેશે, જે તેમને પોલીસ દળમાં જોડાવાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે.

 

(11:58 PM IST)